અમારું માદરે વતન ગામ સઈજ એ ગાંંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલુ છે. સઈજ ગામનાં લોકો ખૂબ સરળ સાધારણ જીવન જીવે છે. સઈજ ગામ આર્થિક, સામાજિક, રાજકીય ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. સઈજ ગામમાં અનેક જાતન લોકો રહેઠાણ કરે છે. તેમાં કડવા પાટીદાર પટેલો,બ્રાહમણો, સાધુ, રબારી, ઠાકોર, નાયી, સોની, સુથાર, વાલ્મીકી વગેરે જાતનાં સંપ થી સાથે રહે છે.
સઈજ ગામએ ૧૭,૦૦૦ ની વસ્તી ધરાવતુ સૌથી મોટામાં મોટુ ગામ છે. સઈજ ગામની અંદર આવતાની સાથે ભાગોળે ગ્રામ પંચાયત, મંદિરો અને પ્રાથમિક શાળા તેમજ આરોગ્ય કેન્દ્ર શાળા નજરે જોવા મળે છે. સઈજ ગામમાં સરસ વિશાળ તળાવ પણ નજરે પડે છે. તદઉપરાંત સઈજ માં હાઈસ્કુલ આવેલી છે જેેમાં નર્સરી થી ૧ર ધોરણ સુધી અભ્યાસ ચાલે છે.સઈજ ગામમાં અવારનવાર ઉત્સવો યોજવામાં આવે છે. જેમાં દરેક લોકો ઉત્સાહભેર ભાગ લે છે. જેમ કે શિવરાત્રી, જન્માષ્ટમી, નવરાત્રી, ગરબા, વગેરમ ઉત્સવમાં કોઈ ભેદભાવ વગર સઈજ ગામનાં લોકો ભાગ લે છે. સઈજ ગામના લોકો દરેક ક્ષેત્ર આગવું સ્થાન ધરાવે છે અને વિદેશોમાં પણ પોતાનાં ગામનું નામ રોશન કર્યુ છે. સઈજ ગામના લોકો પોતાનો ધંધોવેપાર કરી આર્થિક વળતર મેળવે છે.
સઈજ ગામમાં આવેલ દરેક મંદિરોનું પોત પોતાનું આગવું સ્થાન છેે. જેમાં દર વર્ષે મંદિરોમાં ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. ગામનાં દરેક લોકો પોત પોતાની યથાશકિત દાન આપે છે અને પુણ્યની પ્રાપ્તિ કરે છે. આમ સઈજ ગામએ આઝાદી વખતેએ ઐતિહાસિક ફાળો આપેલ છે. અને હાલમાં પણ ઐતિહાસિક મંદિરો, શિવાલય આવેલા છે જેના દર્શનાર્થે ગામનાં વાસીઓ અને બહારનાં લોકો ધન્યનતા અનુભવે છે.
સઈજ ગામમાં સૌથી જુનું , જાણીતુ તેમજ ઐતિહાસિક અને પૌરાણિક સિધ્ધનાથ મહાદેવ મંદિર આવેલ છે. જે અનોખું સ્થાન ધરાવે છે. અને સિધ્ધનાથ મહાદેવ ની નજીક ધુળિયા મહાદેવ આવેલ છે. સિધ્ધનાથ મહાદેવનું નિર્માણ સિધ્ધનાથ જયસિંહ દ્રારા કરાવવામાં આવેલ છે. સિધ્ધનાથ મહાદેવની અંદર સ્વભૂ શિવલિંગ સ્થાપીત થયેલ છે. જેમાં અનેક મહાન સંતો મહંતો થઈ ગયા જેમને સઈજ ગામને સમૃધ્ધ બનાવવામાં અખૂટ યોગદાન આપેલ છે. શિવાલયની અંંદર બધા જ મહાન સંતોની સમાધિઓ આવેલ છે. દતબાવની જેે હાલમાં આખા વિશ્વમાં પ્રખ્યાત છે જેની રચના રંગઅવધૂત મહારાજ દ્રારા થઈ હતી. જે હાલમાં પણ શિવાલયની અંદર આવેલ છે. અને નજીક આવેલ ધૂળિયા મહાદેવ સૌથી જુનું શિવાલય છે.જેની બાજુમાં અંખડ ધૂણો અને ધૂળનું શિવલિંગ છે જેમાં માન્યતા પ્રમાણે વનવાસ સમયે પાંડવોએ અહીંયા રાત્રી રોકાણ કરેલ હતું અને બાજુમાં આવેલ ધૂળનાં શિવલિંગની પૂજા કરી પ્રયાણ કર્યુ હતું.
સઈજમાં આવેલ બન્ને શિવાલયોમાં દર વર્ષે શિવરાત્રીના દિવસે ભાંગની પ્રસાદીનું આયોજન કરવામાં આવે છેે. તેમજ રાત્રી સમયે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર વર્ષે શ્રાવણ માસમાં દરેક ગ્રામજનો અને બહારથી આવેલ શિવભકતો દ્રારા મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. તેમજ બંને શિવાલયોની નજીક શ્રાવણ માસમાં જન્માષ્ટમી નિમિતે મેળો ભરાય છે. તેમાં ગામનાં લોકો અને બહારથી આવેલ હજારો લોકો આનંદ અને ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તેમજ આનંદ અનુભવે છે.
સઈજ માં અદભૂત અને મનોહર મંદિરોનું નિર્માણ થયેલ છે. સઈજની ભાગોળે આવેલ મહાકાળી માતાનો દર વર્ષે રથ નીકળે છે તેમજ બાજુમાં આવેલ વારાહી માતાનાં મંદિરનું દિવાળીમાં બેસતું વર્ષ અને ભાઈબીજનાં દિવસે રાત્રી સમયે ગરબાનું આયોજન થાય છે અને તેમાં ગામનાં લોકો ઉત્સાહભેર ગરબા ગાઈને ધન્યતા અનુભવે છે. સઈજ માં આવેલ તળાવની નજીક અંબાજી મંદિરમાં દર વર્ષે નવરાત્રી વખતે સવાર અને રાત્રી સમયે ધૂનનું આયોજન કરવામાં આવે છે. તેમજ ઉમીયા માતાનાં ચોકમાં રાત્રી સમયે નવ દિવસ નવરાત્રીમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. બધાજ મંદિરોમાં ઉત્સવ સમયે રોશનીથી સજાવવામાં આવે છે. સઈજ ગામનાં યુવાનો દર વર્ષે રણુજા કેમ્પનું આયોજન કરી સેવા આપે છે. તેમજ સદ્દભાવના સેવા સમિતિ દ્વારા સેવા આપવામાં આવે છે.
સઈજ ગામમાં ઉમિયા માતાનાં ચોકની નજીક શ્રી સ્વામિનારાયણ ભગવાનનુ અદભુત મંદિર આવેલ છે. જે વર્ષો જુનુ છે. જયાં શ્રી સ્વામિનારાયણ ભગવાન એ રાત્રિ રોકાણ કરેલ હતુ અને હાલમાં સ્વામિનારાયણ મંદિરનું નવનિર્માણ થયેલ છે. જે નરનારાયણ તાબાનુ છે. મંદિરમાં સહજાનંદ સ્વામી, નરનારાયણદેવ,રાધાકૃષ્ણ અને બાજુમાં પ્રાચીન હનુમાનજીનુ મંદિર છે. જે સ્વામિનારાયણ મંદિરની શોભામાં અભિવૃધ્ધિ કરે છે.
સઈજ ગામ એકદરે આગવું સ્થાન ધરાવે છે. તેમજ દરેક લોકો દરેકની મદદ કરી જીવન જીવે છે. ગામના વડીલોના માર્ગદર્શનથી યુવાનો દરેક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે.
કઠોર પરિશ્રમ અને સકારાત્મક ભાવનાથી હંમેશા ગામ પર ભગવાનની કૃપા રહી છે. આગળનાં સમયમાં પણ ગામમાં વસતા લોકો તેમજ વિદેશોમાં વસતા લોકો ઉપર ભગવાનની કૃપા બની રહે તેવી પ્રાર્થના.